|
'' વહાલા નાગરિકો ''
નર્મદા જિલ્લાની વેબ સાઈટ પર આપનું હાર્દિક સ્વાગત છે. પોલીસ જાહેર જનતાને વધારે સારી રીતે સેવા આપી શકે તે માટે આવી વેબ સાઈટ બનાવવી ખૂબ જ જરૂરી હતી. કાયદાનું પાલન કરાવનાર સંસ્થા માટે સાઇબર ટેકનોલોજીના જમાનામાં માહિતીની તાત્કાલીક આપ-લે થાય તે ખૂબ જ અનિવાર્ય છે. મને આશા છે કે, ઈન્ટરનેટના માઘ્યમથી નાગરિકોને અવિરત પોલીસની મદદ અને પ્રજાને તેમની રજૂઆતો કરવાનો માર્ગ મોકળો થશે.
અમારી મુખ્ય પ્રાથમિકતા કાયદો અને વ્યવસ્થાની જાળવણી તથા અગમચેતી ભર્યા પગલાંભરી પોલીસ અને પ્રજાની ભાગીદારીથી ગુનાખોરી પર અંકુશ લાવવાની છે. આ વેબ સાઈટ દ્વારા પ્રજા પોલીસની કાર્યશૈલી જાણી શકશે અને નાગરિકોને તેમના સકારાત્મક અભિપ્રાયોને વાચા આપવા માટે જરૂરી માઘ્યમ મળી રહેશે
વર્તમાન યુગે એ અદ્યતન ટેકનોલોજીનો યુગ છે. સમાચાર પત્રકો, ટી.વી., ઈન્ટરનેટ દ્વારા જનતાને વધુમાં વધુ માહિતી મળી રહેતી હોઈ અને તેના કારણે સાઇબર ક્રાઈમ બનતા હોઈ સરકારી સંસ્થાઓ અને તેમાં ખાસ કરીને પોલીસ ઉપર વધુ જવાબદારી આવી જાય છે. તે સ્વભાવિક બાબત છે આવા સંજોગોમાં પોલીસની કામગીરીમાં એકદમ સુધારો કરી જનતાની અપેક્ષાઓમાં પાર ઊતરે તે જોવાની પોલીસની એ પ્રાથમિકતા બની જાય છે અને તે માટે અમો સતત પયત્નશીલ છીએ. આજના કાર્યકૌશલ યુગમાં ગુના ઉપર અસરકારક અંકુશ મેળવવા માટે જનતા પણ પોતાની જવાબદારી સમજી પોલીસને વધુ સહકાર આપી સાચા અર્થમાં " જનતાની, જનતા દ્વારા અને જનતા માટેની પોલીસ " ( Police of the people, by the people and for the people) સિદ્ધ થઈ શકે તે હિતાવહ છે, જેથી અમારી રોજિંદી કામગીરીમાં જનતા તરફથી વધુ સાથ સહકાર તેમજ સહાનુભૂતિ ભર્યું વલણ રાખવા અપેક્ષા રાખું છું. '' આપનો સંતોષ એજ અમારી સફળતા ''
(પ્રશાંત સુંબે)
પોલીસ અધિક્ષક
નર્મદા
|
|