|
નર્મદા જિલ્લાનો મહેસૂલી ફેરફારો થતાં નર્મદા જિલ્લાની રચના થઈ અને ખાસ કરીને સરદાર સરોવર ડેમના લીધે આ વિસ્તારને જિલ્લા તરીકે વિકસાવવાની ફરજ પડી. સરદાર સરોવર ડેમ તથા જિલ્લામાં નાનાં મોટાં ફરવાલાયક સ્થળો
તેમ જ પછાત વિસ્તાર હોવાથી અત્રે ધાર્મિક પ્રવૃત્તિ તેમ જ રાજકીય વગ પણ વધારે હોવાથી અત્રેનાં જિલ્લામાં વી.વી.આઈ.પી.શ્રીઓ તથા વી.આઈ.પી.શ્રીઓ અત્રેના જિલ્લાની મુલાકાત અર્થે આવતા હોવાથી તેમની સુરક્ષા અર્થે
ખૂબ જ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવે છે. તમામ બંદોબસ્તનું સુપરવિઝન પોલીસ અધીક્ષક, નર્મદાનાઓની દેખરેખ હેઠળ થાય છે. તથા જિલ્લાનાં ના.પો.અધિ.શ્રી ઓ બંદોબસ્તનું સંચાલન કરે છે. તથા આદિવાસી વિસ્તાર હોવાને કારણે અહીં ધાર્મિક સ્થળોએ ખાસ દિવસોએ મેળાઓ તથા
પૂજાના આયોજન વખતે પણ બંદોબસ્તની જરૂરિયાત ઊભી થાય છે. જિલ્લામાં મુખ્યત્વે સરદાર સરોવરની મુલાકાતે આવેલ વી.વી.આઈ.પી., તથા મેળા બંદોબસ્ત, તથા ધાર્મિક તહેવારોનો બંદોબસ્ત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસરનો બંદોબસ્તોનું આયોજન કરવામાં આવે છે.
|
|
|