ગુજરાત રાજયમાં નર્મદા જીલ્લો દક્ષિણ ગુજરાતનો એક મહત્વનો જીલ્લો છે શરૂઆતમાં નર્મદા જીલ્લાની રચના કરવાની હતી ત્યારે નાંદોદ, ડેડિયાપાડા અને સાગબારા તાલુકો ભરૂચ જીલ્લામાંથી અલગ કરી તથા જેનો મહેસૂલી ફેરફારો કરી સરકારશ્રીનાં મહેસૂલ વિભાગ ધ્વારા ભરૂચ જીલ્લામાંથી (૧) નાંદોદ (૨) સાગબારા (૩) ડેડીયાપાડા તેમજ વડોદરા ગ્રામ્ય જીલ્લામાંથી (૪) તિલકવાડા તેમજ નાંદોદ તાલુકામાંથી (૫) ગરૂડેશ્વર તાલુકો નવો બનાવી કુલ-૫ (પાંચ) તાલુકાનો સમાવેશ કરી એક નવા નર્મદા જીલ્લાની સ્થાપના કરવામા આવી
નર્મદા જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી કક્ષાના અધિકારી હસ્તક છે. હાલમાં શ્રી હિમકર સિંહ, આઈ.પી.એસ. નાઓ પોલીસ અધિક્ષક નર્મદા, તરીકે ફરજ બજાવે છે. પોલીસ અધિક્ષકની કચેરી નર્મદા જીલ્લાની રચના થતાં પોલીસ અધિક્ષકની કચેરીની જરૂરિયાત ઊભી થતાં સૌ પ્રથમ રાજપીપલામાં આવેલ જીલ્લા રક્તપિત્તની કચેરી હેઠળ આવેલ વિવિધ લક્ષી આરોગ્ય તાલીમ કેન્દ્ર, રાજપીપલાનું મકાન કલેક્ટરશ્રી, નર્મદા નાઓએ આ મકાન ફાળવેલ હતુ. પરંતુ સાંકળી જગ્યા તથા પ્રજાને પડતી મુશ્કેલીઓને અનુલક્ષીને નવીન જગ્યા ઉપર પોલીસ અધિક્ષકની કચેરી બનાવવાની જરૂરીયાત ઉભી થતાં સરકારશ્રી દ્વ્રારા સેવા સદનની બાજુમાં કરજણ સંકુલની પાંચ એકર જમીન ફાળવવામાં આવેલ હતી. અને આ જગ્યા ઉપર પોલીસ અધિક્ષકની કચેરી બનાવી તા.૧૫/૦૮/૨૦૦૭ થી કાર્યરત કરવામાં આવેલ છે..
અત્રેની આ કચેરીમાં ના.પો.અધિ.શ્રી, મુખ્ય મથક, નર્મદા તથા ના.પો.અધિ.શ્રી, એસ.સી./ એસ.ટી. સેલ, નર્મદા તેમજ ના.પો.અધિ.શ્રી, રાજપીપલા વિભાગ, રાજપીપલા નાઓની કચેરી પણ કાર્યરત છે. પોલીસ અધિક્ષકશ્રી, નર્મદા નાઓની કચેરીની જમણી બાજુ જીલ્લા સેવા સદન તથા ડાબી બાજુમાં જીલ્લા પંચાયત આવેલ છે. તેમજ કરજણ જળાશય સિંચાઇ યોજનાની કચેરી આવેલ છે. જેથી શહેર / ગામડામાંથી આવતા લોકોના સરકારી કામો એક જ જ્ગ્યા ચારેય કચેરીનો લાભ મળવાથી ઓછા સમયમાં વધુ કામો પાર પાડી આર્થિક રીતે પણ તેઓને ફાયદો મળી રહે છે. તેમજ આ ચારેય કચેરીઓ મુખ્ય માર્ગ ઉપર હોવાથી શોધવામાં તકલીફ પડતી નથી. આમ શહેર / ગામડાના લોકોના પોલીસ ખાતા, વહીવટી ખાતા, સિંચાઇ ને લગતા પ્રશ્ર્નો / મુશ્કેલીઓનું નિરાકરણ એક જ જગ્યાએ થતા પ્રજા તથા પોલીસમાં આનંદની લાગણી જન્મેલ છે. જે સરકારશ્રીનું ખુબ જ મહત્વનું પાસુ કહી શકાય છે.