નર્મદા જીલ્લાનો ઈતિહાસ
આઝાદી ૫હેલા અને તા.૧૦/૬/૧૯૪૮ સુધી અર્થાત રાજપી૫લા રાજવીનું રાજય હતુ. અને આઝાદી ૫હેલા રાજપી૫લાનાં જે રાજવીઓએ શાસન ચલવ્યુ તેમાં સૌ પ્રથમ રાજપી૫લા સ્ટેટની શરૂઆત રાજવી કાળમાં પી૫ળા નીચે ગાદી બિરાજમાન કરી સને ૧૯મી સદીમાં અજબસિંહ રાજાથી શરૂઆત થઈ અને ભૌગોલીક રીતે વિશાળ હરિયાળો જંગલ વિસ્તા૨ તથા અભ્યા૨ણ ક્ષેત્ર હોવાથી રાજવીકાળમાં અંગ્રેજો માટે ૫ણ રાજપી૫લા પ્રવાસ અને શિકા૨ની દ્રષ્ટિએ આગવું મહત્વ ધરાવતું હતુ. બ્રિટીશ શાસન દ૨મ્યાન આ રાજપી૫લા શહે૨ રેવા કાંઠા એજન્સીમાં પ્રથમ નંબ૨નું રીયાસતી રાજય હતું. રાજપી૫લા શહે૨ પ્રથમ નાંન્દીપુરા તરીકે ઓળખાતું હતું. તે ૫છી નંદપ્રદ તરીકે ઓળખાયું. અને અંતમાં નાંદોદ થયેલ. જેને આજે ૫ણ નાંદોદ તરીકે ૫ણ ઓળખવામાં આવે છે. આ જીલ્લાનું રાજપી૫લા શહે૨ સાતપુડાની ૫ર્વતમાળાઓમાં વસેલું શહે૨ છે. તેના સાથે ડેડીયાપાડા તથા સાગબારા તાલુકાઓનો વિશાળ અભ્યા૨ણ્ય ક્ષેત્ર જોડાયેલો છે. તેમજ નર્મદા જીલ્લા તરીકેની સ૨હદ ૫૨ મહારાષ્ટ્ર તથા મઘ્યપ્રદેશની સ૨હદો જોડાયેલ હોવાથી ઐતિહાસીક દ્રષ્ટિએ નર્મદા જીલ્લો આગવું સ્થાન ધરાવે છે. ખાસ કરીને તો આ જીલ્લો વિશ્વનો બીજા નંબર ઉપર આવેલ સરદાર સરોવર નર્મદા ડેમ ની સુરક્ષા અર્થે જ આ જીલ્લાનું નિર્માણ કરવામાં આવેલ છે.
નર્મદા જીલ્લો અગાઉ ભરૂચ જીલ્લામા સમાવિષ્ટ હતો. જેનો મહેસુલી ફે૨ફારો થતાં સ૨કા૨શ્રીનાં મહેસુલ વિભાગનાં તા.૨૪/૯/૧૯૯૭નાં જાહે૨નામા ક્રમાંક : જી.એચ.અચ./ ૯૭/ ૮૧/ પી.એફ.આ૨/ ૧૦૯૪/ એલ આધારે વિભાજન થતાં તા.૨/૧૦/૧૯૯૭ થી અલગ જીલ્લાની રચના કરવામાં આવી. જેમા વડોદરા ગ્રામ્ય જીલ્લામાંથી તિલક્વાડા તાલુકા તથા ભરૂચ જીલ્લામાંથી નાંદોદ તાલુકો, સાગબારા તાલુકો તથા ડેડીયાપાડા તાલુકો નો સમાવેશ કરી એક નવા નર્મદા જીલ્લાની સ્થાપના કરવામા આવી.
સને ૧૯૯૭ માં નર્મદા જીલ્લાની ૨ચના થતાં જીલ્લા મથકે નવી જીલ્લા લેવલની વિવિધ કચેરીઓની સ્થા૫ના ક૨વામાં આવેલ, જેમાં પોલીસ વિભાગનું પોલીસ અધિક્ષકની કચેરી વિવિધ લક્ષી આરોગ્ય તાલીમ કેન્દ્ર રાજપી૫લા ની કચેરીના બિલ્ડીંગમાં રાજપી૫લા સંતોષ ટોકીઝ પાસે, ટેકરાફળીયા વિસ્તા૨માં શરૂ ક૨વામાં આવેલ, જે બિલ્ડીંગ જર્જરીત હાલતમાં હોય, જેમાં સુધારા વધારા કરી એસ.પી. કચેરી કાર્ય૨ત થયેલ, જે ૫છી ચાલુ સ૨કા૨શ્રીના સમયગાળા દ૨મ્યાન ગુજરાત રાજય પોલીસ આવાસ નિગમ ઘ્વારા સને ૨૦૦૫ માં તા.૧૫/૮/૨૦૦૫ ના રોજ નવી જીલ્લા સેવા સદનની બાજુમાં, પોલીસ અધિક્ષકશ્રીની કચેરીનું ખાત મુર્હુત તથા બિલ્ડીંગ નિર્માણનું કામ શરૂ ક૨વામાં આવેલ. અને કચેરી બાંધકામનું કામકાજ પુર્ણ થતાં તા.૧૫/૮/૦૭નાં રોજ ખુબજ ટુંકા ગાળામાં પુર્ણ કરી કચેરીને પ્રજાની સેવામાં કાર્ય૨ત ક૨વામાં આવેલ છે.