પોલીસ અધિક્ષક, નર્મદા
http://www.spnarmada.gujarat.gov.in

પરેડ

7/4/2025 5:53:50 AM

અત્રેના નર્મદા જિલ્લાનું પોલીસ પરેડ ગ્રાઉન્ડ જીતનગર ગામે પોલીસ હેડ ક્વાર્ટર, નર્મદા ખાતે આવેલું છે. જ્યાં દ૨ સોમવા૨ અને શુક્રવારે ત્યાં ૫રેડનું આયોજન ક૨વામાં આવે છે. જેમાં હેડ ક્વાર્ટર્સના તથા નજીકના પોલીસ સ્ટેશનના અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓ ભાગ લે છે. ૫રેડનો સમય ૧લી એપ્રિલથી ૩૧ ઓક્ટોબર દરમિયાન સવારે સમય કલાક ૬:૩૦થી ૮:૦૦ નો હોય છે તથા ૧લી નવેમ્બરથી ૩૧ માર્ચ દરમિયાન સવારે સમય કલાક ૭:૦૦થી ૮:૩૦ નો હોય છે.

દ૨ સોમવારે પી.ટી. ૫રેડ (ફિઝિકલ ટ્રેનિંગ) હોય છે. જેમાં દરેક અધિકારી સફેદ ટી-શર્ટ અને ખાખી પેન્ટનો ડ્રેસ ૫હેરે છે. દ૨ શુક્રવારે સેરેમોનિયલ ૫રેડ હોય છે. જેમાં દરેક અધિકારી/કર્મચારી પોલીસના પૂરા ગણવેશમાં ૫રેડ કરે છે. દ૨ વર્ષે ૨૬મી જાન્યુઆરી, ૧૫-ઓગસ્‍ટ તથા ૨૩ ઓક્ટોબર શહીદદિને તથા ઉ૫રી અધિકારીશ્રીઓના વાર્ષિ‍ક ઇન્સ્પેક્શન દરમિયાન ૫ણ ખાસ ૫રેડનું આયોજન ક૨વામાં આવે છે. પોલીસ અધિકારી / કર્મચારીઓને પરેડ કરાવવાથી પોલીસમાં શિસ્ત અને એકાગ્રતા તથા ફરજ બજાવવાની કામગીરીમાં કાર્યનિષ્ઠા જળવાઈ રહે છે. તેમજ માસ દરમ્યાન સમયાંતરે યોગ પણ કરાવવામાં આવે છે. અલગ અલગ યોગાસન કરાવવાથી પોલીસ અધિકારીઓ / કર્મચારીઓનું માનસિક તણાવ (ટ્રેસ), ચીડીયાપણું ઓછો કરવામાં મહત્વનું કામ કરે છે. અલગ અલગ યોગાસન કરવાથી શરીરના અલગ અલગ અંગોને ખુબજ ફાયદો થાય છે. જેમ કે, પેટ ઓછું થાય છે. સ્નાયુ મજબુત થવાથી સાંધાના દુખાવો ઓછો થાય છે, વિગેરે વિગેરે.

પરેડ પરેડ